ખાસ અગત્યની સૂચના:
સૂર્યગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં થશે. ગ્રહણ દરમિયાન મંદિર બંધ રાખવામાં આવશે.ગ્રહણ સાંજે 4.35 કલાકે શરૂ થશે અને મોક્ષ 6.26 કલાકે થશે. ગ્રહણનો કુલ સમય 1 કલાક અને 54 મિનિટ રહેશે.
શ્રી વહાણવટી સિકોતર માતાનું મંદિર તા.25/10/2022 સૂર્યગ્રહણના દિવસે સાંજે 4 થી 6.40 કલાક સુધી બંધ રહેશે..જેની તમામ ભક્તોએ નોંધ લેવી.
6.40 વાગ્યા પછી મંદિર રાબેતા મુજબ ખુલી જશે.
માતાજીનો છપ્પનભોગ 26/10/2022 નવા વર્ષના રોજ વહેલી સવારથી બપોર સુધી નિહાળી શકાશે.