શ્રી વહાણવટી યાત્રાધામ કમિટી ના સહયોગથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો રૂપિયાના આંધણ કરતા હોય છે.

તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે. અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આજે યોજાયેલ સમૂહ લગ્નમાં 11 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. આ સમૂહ લગ્ન હરસિદ્ધ માતા ક્ષત્રિય યુવક મંડળ અને વહાણવટી યાત્રાધામ બડોદરા યુવક મંડળ તરફથી દીકરીઓને ભેટ આપવામાં આવેલ અને સમાજના વડીલોએ પણ યથાયોગ્ય દાન આપી સમૂહલગ્ન ને સફળ બનાવ્યો હતો.આજે એક બાજુ માતાજીનું સાનિધ્ય મળેલ હતું અને બીજી બાજુ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હતા જેમને વધાવવા હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

🙏 જય માં સિકોતર વહાણવટી 🙏