Temple History

સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના બડોદરા ગામ માં વહાણવટી સિકોતર માતાનું મંદિર નું અનેરું મહાત્મ્ય છે આ મંદિર મેશ્વો નદી કિનારે આવેલી એક નાની ટેકરી પર છે જે ખૂબજ પ્રસિદ્ધ છે અત્યારે હાલના સમયમાં તે વહાણવટી યાત્રાધામ તરીકે ઓળખાય છે. વહાણવટી માતા હરસિદ્ધિ કે હર્ષદ,હર્ષત કે સિકોતર જેવા નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે.

મેશ્વો નદી કાંઠે બિરાજમાન આવી દેવી નું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે સૌરાષ્ટ્રમાં રહેતા માલધારી સમાજના લોકો પોતાના  માલ ઢોર,કુટુંબ કબીલો લઈને ઉત્તર ગુજરાતમાં આવેલા રૂપાલ ગામના સીમ રહેતા હતા.એકવાર ખુબ વરસાદ પડવાના કારણે નદીમાં વિશાળ પુર આવ્યું. જેમાં માલધારી સમાજના ઢોર-ઢાંખર અને આ માતાજીના દીવા પણ તેમાં તણાયા જે નદીના પાણીમાં તણાતા તણાતા નાણાં ગામની સીમમાં આવીને ઠર્યા. જ્યાં આજે જોગણી માતાનું સ્થાનક છે ત્યાંજ આ વાતની ગામલોકોને ખબર પડતાં તે બધા નદી કિનારે આવ્યા પણ તેમાંથી કેટલાકને આ મેલા દેવ હોય એવું લાગ્યું..જે માતાજી ને ન ગમતા માં સિકોતરવહાણવટી નો દીવો સામાં પ્રવાહે તણાઈ ને અત્યારે હાલ જ્યાં મંદિર છે ત્યાં આવીને ઠર્યો. 

બડોદરા ગામના વડીલો,યુવાનો અને બીજા ગ્રામજનો ભેગા થયા અને આ કોનો દીવો છે એની ચર્ચા ચાલી માતાજી કોઈકના દેહમાં આવીને કહ્યું કે હું સૌરાષ્ટ્ર ની ધરતીની માતા છું.મારું નામ છે વહાણવટી સીકોતર (હરસિદ્ધ). ત્યારે ગામ આખું ભેગુ થયું અને માતાને વધાવી હાલના મંદિરના સ્થાનકે બેસાડ્યા.આવો રૂડો છે માનો ઇતિહાસ…ત્યારથી માંડીને આજ સુધી માતા હંમેશા આ બડોદરાની બહેન દીકરીઓ અને ગામલોકોના સુખ દુઃખમાં સાથે રહી છે.